77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવાનોને આપી શ્રદ્ધાંજલિ

January 26, 2026

આજે 77મો ગણતંત્ર પર્વ છે. ત્યારે પીએમ મોદીએ દેશના શહીદ વીર જવાનોને યાદ કર્યા હતા. તેઓ નેશનલ વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.. મહત્વનું છે કે રાષ્ટ્રીય સમર સ્મારક  એટલે કે નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી.  આ સ્મારક શહીદોની યાદમાં 44 એકરમાં બનાવાવમાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા., જ્યાં તેઓ શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. તેમની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પીએમ મોદી અહીં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ત્રણેય સેનાના વડાઓ પણ હાજર જોવા મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં, PM મોદીએ લખ્યું, "મારા બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગૌરવનું પ્રતીક, આ રાષ્ટ્રીય તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે. હું ઈચ્છું છું કે વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને."