એક તરફ કેનેડા-અમેરિકા એ વિઝા નિયમ કડક કર્યા ત્યાં બીજી તરફ ગુજરાતમાં છેતરપિંડીના કેસમાં ઉછાળો
June 11, 2025

અમદાવાદ : છેલ્લા ત્રણ વર્ષથી કેનેડાએ પોતાની વિઝા નીતિ કડક કરી ત્યારબાદ છ મહિનામાં ટ્રમ્પનું શાસન આવતાં રોજબરોજ વિઝાના નિયમો કડક થવા સાથે બદલાતા ગુજરાતમાં વિવિધ એજન્ટ દ્વારા થતાં વિઝા ફ્રોડના કેસોમાં બમણો વધારો થયો છે. માર્ચ- 2022થી વર્તમાન સમયમાં વિઝામાં ફ્રોડ થવાના પોલીસ કેસમાં 114 જેટલાં વિવિધ ગુનાઓ અંતર્ગત ધરપડક કરવામાં આવી છે. જે સામાન્ય કરતાં 113% વધુ છે. કોરોના પછીના 2022-2023ના તબક્કામાં સામાન્ય કરતાં 29% ફ્રોડ કેસો ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી બહાર આવ્યા હતા.
રજીસ્ટર્ડ ન થયા હોય તેવા એજન્ટ દ્વારા વિદેશ ગમન, ખોટા પાસપોર્ટ કે દસ્તાવેજનો ઉપયોગ કરીને વિદેશ જવાની પ્રક્રિયામાં એજન્ટનો હાથ, ખોટી કે ભૂતિયા યુનિવર્સિટીઓની માહિતી આપીને વિદ્યાર્થી પાસેથી વધુ ફી અને વિઝા ઉપરાંતની સેવાઓમાં કરવામાં આવેલી છેતરપીંડી જેવી અનેક ફરીયાદોનો સમાવેશ થાય છે. છેલ્લા દોઢ વર્ષમાં 203 એજન્ટની વિવિધ વિદેશ ગમનને લગતાં વિઝા માટે ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિઝા ફ્રોડ, પાસપોર્ટ ફ્રોડ, ગેરકાયદેસર માઈગ્રેશનનો સમાવેશ થાય છે.
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં વિઝા સંબંધિત ફ્રોડના પાંચ હાઈ પ્રોફાઈલ કેસ નોંધાયા હતા જેમાં મહેસાણા વિઝા ફ્રોડ કેસમાં 4 જણાની ધરપકડ, અમદાવાદમાં રૂ.41.75 લાખની છેતરપીંડી કરીને વિઝા ફ્રોડ કેસ, પોરબંદરમાં રૂ.19.80 લાખનું વિઝા સ્કેમ, માર્ચ-2025માં અમદાવાદમાં 1.23 કરોડનો એજન્ટ દ્વારા ફ્રોડનો કેસ અને હમણાં જ વડોદરામાં એજન્ટ સામે નોંધાયેલ 5.61 લાખની વિઝા મેળવવા માટે કરેલી છેતરપીંડીના કેસ રાજ્યના મુખ્ય કેસ છે.
આ સિવાય પોલીસના ચોપડે આવીને માંડવાળના સ્તરે પૂરા થઈ જનારા અસંખ્ય વિઝા ફ્રોડના કેસમાં બંને પક્ષે સમાધાન થયા છે. જો નાના કેસ ગણવામાં આવે તો ઘણાં વ્યાપક સ્તરે વિદેશ જવાની લાલચ આપીને ફ્રોડ કરનારા લેભાગુ એજન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ કેસમાં એક ટ્રેન્ડ એ પણ જોવા મળ્યો છે કે મોટા ભાગના વિઝા ફ્રોડના બનાવો અમદાવાદ, વડોદરા અને મહેસાણામાં બન્યા છે.
આ અંગે અમદાવાદના જાણીતા વિઝા નિષ્ણાત જણાવે છે કે સમાજમાં એક વર્ગ એવો છે જેમને કોઈપણ પ્રકારના અભ્યાસ કર્યા વિના યેન કેન પ્રકારે વિદેશ જવું છે. જેમાં કોઈપણ ભોગે પૈસા ખર્ચીને વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરાતા લેભાગૂ એજન્ટ આ પ્રકારની માનસિક્તાનો સીધો લાભ લે છે. હાલમાં અમેરિકન અને કેનેડિયન સરકારે વિઝા નીતિ કડક કરાતા આ ફ્રોડ કેસ પણ વધી રહ્યા છે અને આગામી સમયમાં વધે તેવી શક્યતા છે.
Related Articles
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્રેમમાં પડ્યાં! રેસ્ટોરાંમાં સીક્રેટ ડીનરનો વીડિયો વાઈરલ
કેનેડાના પૂર્વ વડાપ્રધાન કેટી પેરીના પ્ર...
Jul 30, 2025
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો પેસિફિક નીતિ વિષે પુનર્વિચાર કરશે
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડ...
Jul 15, 2025
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો કરાયો
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો...
Jul 14, 2025
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
Trending NEWS

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025