Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

પાણી માટે પાકિસ્તાનની કાગારોળ, ભારતને એક પછી એક 4 પત્રો લખ્યા

June 06, 2025

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના આ નિર્ણયને કારણે પાકિસ્તાન ખૂબ તણાવમાં છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિના સસ્પેન્શનને સમાપ્ત કરવા અને પહેલા જેવી સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાને છેલ્લા કેટલાક દિવસોમાં ભારતને એક પછી એક 4 પત્રો લખ્યા છે. આ બધા પત્રોનો સાર એ છે કે સિંધુ જળ સંધિને રોકવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.


અહેવાલો અનુસાર, ભારતના ઓપરેશન સિંદૂર પછી લખાયેલા પત્રમાં પાકિસ્તાને લખ્યું હતું કે, 'ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.' ભારતે પાકિસ્તાનની અપીલને ફગાવી દેતાં કહ્યું હતું કે, 'વેપાર અને આતંકવાદ એકસાથે ચાલી શકતા નથી અને પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી.'


સૂત્રોના જણાવ્યાનુસાર, સિંધુ જળ સંધિ લાગુ ન કરવાના નિર્ણયથી પાકિસ્તાનમાં ભીષણ સંકટ સર્જાઈ શકે છે. એવો અંદાજ છે કે પાકિસ્તાનમાં રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત પીવાના પાણીના સંકટને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે.