ફ્લાઇટમાં મુસાફરની તબિયત થઇ ખરાબ, દિલ્હી-વિજયવાડા ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

January 12, 2026

વિજયવાડા જતી એક ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કારણ કે તેમાં સવાર એક મુસાફરની તબિયત લથડી હતી. આ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2571 હતી, જે દિલ્હીથી વિજયવાડા જઈ રહી હતી. ટેકઓફ કર્યા પછી તરત જ જયપુરના ગ્રામીણ વિસ્તારમાં ટેકનિકલ સમસ્યાને કારણે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. 

હેલિકોપ્ટર જયપુરથી ભોપાલ જઈ રહ્યું હતું. રાયસર વિસ્તારના વામનવતી ગામ પાસે ઇમરજન્સી લેન્ડિંગ થયું. સદનસીબે, કોઈને ઈજા થઈ નથી. પાયલટ અને કો-પાયલટ સુરક્ષિત છે. હેલિકોપ્ટરના અચાનક લેન્ડિંગથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાં જ પોલીસ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

22  ડિસેમ્બરના રોજ પણ દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 887 ને ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ કર્યાના થોડા સમય પછી જ પરત ફરવું પડ્યું. વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું, અને બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એર ઈન્ડિયાએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.