કોરોના પછી પાસપોર્ટની અરજીમાં 23 ટકા ઉછાળો પણ સ્ટાફ 40 ટકા ઓછો

June 06, 2023

ગાંધીનગર : આ વર્ષે નવા પાસપોર્ટ અને પાસપોર્ટ રિન્યુ કરાવવા માટેની અરજીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા વર્ષો કરતાં આ વર્ષે 9 લાખ પાસપોર્ટ માટેની અરજીઓ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ચાલુ વર્ષના માર્ચ અને મે માસમાં રાજ્યમાંથી પાસપોર્ટ માટેની 80 હજારથી પણ વધુ અરજીઓ આવી છે. જ્યારે મે માસમાં અત્યારસુધીના રેકોર્ડ બ્રેક સૌથી વધુ 92 હજારથી વધુ પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવી છે.

પાસપોર્ટની અરજી માટે લાંબા વેઈટીંગને પહોંચી વળવા માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કન્દ્રોને શનિવારે પણ ચાલુ રાખવામાં આવી રહ્યા છે. તેમજ વધતાં જતાં ભારણને પહોંચી વળવા માટે રીજિયોનલ પાસપોર્ટ ઓફિસ ખાતે પણ 3 કાઉન્ટરો શરૂ કરાયા છે.

કોરોના પહેલાં 2019માં જાન્યુઆરીથી મે માસ સુધીમાં આવેલીઓ અરજીઓ કરતાં ચાલુ વર્ષમાં આવતી અરજીઓમાં 23 ટકાનો વધારો થયો છે. જરૂરીયાત કરતાં 40 ટકા ઓછા સ્ટાફ પાસપોર્ટની અરજીઓમાં સરેરાશ 23 ટકાનો વધારો થયો છે. જેને પહોંચી વળવા માટે રજાઓના દિવસોમાં પણ પાસપોર્ટ માટેની કામગીરી કરવામાં આવી રહી છે.