PM મોદીએ તુલસી ગાબાર્ડને ભેટમાં આપ્યું મહાકુંભનું પવિત્ર જળ, મળી રિટર્ન ગિફ્ટ
March 18, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબાર્ડ સાથે સોમવારે મુલાકાત કરી છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ તુલસી ગાબાર્ડને પ્રયાગરાજના મહાકુંભમાંથી લાવેલું ગંગાજળ ભેટ આપ્યું છે. મહાકુંભ 2025 પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે યોજાયો હતો, જે 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયો હતો. આ ધાર્મિક મેળામાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.
પીએમ મોદીને મળતા પહેલા તુલસી ગબાર્ડે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા અમેરિકન ધરતી પર કરવામાં આવી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મનું પાલન કરતી તુલસી ગાબાર્ડે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઘણીવાર સારા અને મુશ્કેલ બંને સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શક્તિ અને માર્ગદર્શન મેળવે છે.
તુલસી ગાબાર્ડ રવિવારે સવારે નવી દિલ્હી પહોંચી હતી. ગુપ્તચર સહયોગ, સાયબર સુરક્ષા અને સંરક્ષણ સંબંધો પર ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તમને જણાવી દઈએ કે તુલસી ગાબાર્ડ સાથે વડાપ્રધાન મોદીએ અગાઉ ફેબ્રુઆરીમાં તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન બેઠક કરી હતી. અમેરિકામાં તેઓ તુલસી ગાબાર્ડને મળ્યા અને તેમને ભારત-અમેરિકા સંબંધોના મજબૂત સમર્થક તરીકે વર્ણવ્યા હતા.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025