Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ

March 24, 2026

વડોદરા  : વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. આ અફવાઓને કારણે વડોદરાના લગભગ તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ વધુ ન વકરે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મંગળવારે (24મી માર્ચ) સવારથી જ વડોદરા શહેરના મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે, 'શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, કૃપા કરીને અફવાઓથી પેનિક ન થાઓ અને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ પુરાવો.'

અચાનક પેટ્રોલ પંપો પર ઘસારો વધતા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. લોકોમાં એવો ડર પેઠો છે કે જો અત્યારે પેટ્રોલ નહીં ભરાવીએ તો આગામી દિવસોમાં વાહન વ્યવહાર ઠપ થઈ જશે. જોકે, વહીવટી તંત્ર અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે સપ્લાય ચેઈન ચાલુ છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.