પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા ચુસ્ત સુરક્ષા વચ્ચે 142 બેઠકો પર મતદાન શરૂ
April 29, 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે, જેમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તબક્કામાં 7 જિલ્લાની 142 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ બેઠકો પર કુલ 1448 ઉમેદવારો મેદાનમાં છે, જેમના રાજકીય ભાવિનો નિર્ણય આજે ઈવીએમમાં કેદ થશે. પશ્ચિમ બંગાળમાં બીજા ચરણના આ મતદાનમાં આશરે 3 કરોડ 22 લાખ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.
બીજા તબક્કાના આ મતદાનમાં કોલકાતા, ઔદ્યોગિક પટ્ટો અને દક્ષિણ બંગાળના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે અર્ધલશ્કરી દળોની 2,343 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, 300 થી વધુ નિરીક્ષકો પણ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે, જેથી બંગાળમાં કોઈ પણ અપ્રિય ઘટના વગર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરી શકાય.
આજના મતદાનમાં હાઈપ્રોફાઈલ ગણાતી ભવાનીપુર બેઠક પર સૌની નજર છે, જ્યાંથી મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યાં છે. આ વિસ્તાર મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે આર-પારની લડાઈ જોવા મળી રહી છે. બંને પક્ષો દ્વારા આ બેઠક કબજે કરવા માટે જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે આ રસાકસીભરી જંગમાં પરિણામ કેવું આવે છે, તેના પર સમગ્ર દેશની નજર રહેશે.
Related Articles
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફાઈ 4 કર્મચારી મોતને ભેટ્યાં
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફ...
Nov 01, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026