નાઈજીરિયા પર અમેરિકાની એરસ્ટ્રાઈકની તૈયારી, ટ્રમ્પે કહ્યું- ત્યાં ખ્રિસ્તીઓની બેફામ હત્યા થઈ રહી છે

November 03, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાઈજીરિયામાં ચાલી રહેલી હિંસાને લઈને ફરી એકવાર આકરો વલણ અપનાવ્યું છે. તેણે ચેતવણી આપી છે કે, જો આફ્રિકન દેશમાં ખ્રિસ્તીઓની હત્યાઓ બંધ નહીં થાય, તો અમેરિકા ત્યાં એરસ્ટ્રાઈકની કરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, ટ્રમ્પે આ માટે રેડિકલ ઈસ્લામિસ્ટ તત્ત્વોને જવાબદાર ઠેરવ્યા છે, જેઓ આ સામૂહિક હત્યાકાંડ કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે નાઈજીરિયામાં ખ્રિસ્તી ધર્મ 'અસ્તિત્વના ખતરા'નો સામનો કરી રહ્યો છે. મેં યુદ્ધ વિભાગને શક્ય ઝડપી લશ્કરી કાર્યવાહી (Military Action) માટે તૈયાર રહેવા સૂચના આપી દીધી છે. નાઈજીરિયામાં ખ્રિસ્તીઓની રેકોર્ડ સંખ્યામાં હત્યા થઈ રહી છે. તેઓ ખ્રિસ્તીઓને ખૂબ મોટી સંખ્યામાં મારી રહ્યા છે. અમે એવું થવા દઈશું નહીં.' અગાઉ, ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર પોસ્ટ કરીને નાઇજીરીયાની સરકારને ચેતવણી આપી હતી. તેણે લખ્યું હતું કે, 'જો નાઈજીરિયામાં ખ્રિસ્તીઓની હત્યાની ઘટનાઓ યથાવત્ રહેશે, તો યુનાઇટેડ સ્ટેટ્સ તાત્કાલિક નાઇજીરીયાને આપવામાં આવતી બધી સહાય બંધ કરશે. આ ભયાનક અત્યાચારો કરનારા ઈસ્લામિક આતંકવાદીઓને સંપૂર્ણપણે ખતમ કરવા માટે સેના મોકલવામાં આવશે. હું મારા યુદ્ધ વિભાગને શક્ય કાર્યવાહી માટે તૈયાર રહેવા સૂચના આપી રહ્યો છું. જો અમે હુમલો કરીશું, તો તે ભયાનક હશે.' નાઇજીરીયાની સરકારે આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, તે આતંકવાદીઓ સામે લડવામાં અમેરિકાની મદદનું સ્વાગત કરશે. અહેવાલો અનુસાર, નાઈજીરિયામાં ધાર્મિક સંઘર્ષનો ઇતિહાસ વર્ષ 1050ના દાયકાથી શરૂ થયો છે. જો કે, વર્ષ 2009 પછી બોકો હરામ (Boko Haram) અને ફુલાની પશુપાલકો જેવા જૂથો કટ્ટરપંથી ઈસ્લામિક તત્ત્વોના નિશાન પર છે. વર્ષ 2009થી ખ્રિસ્તી વિરોધી હિંસામાં 45,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો ચર્ચોને તોડી પાડવામાં આવ્યા છે.