પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો WFIને ઝટકો, ચૂંટણી પર મૂક્યો સ્ટે, કાલે મતદાન યોજાય તે પહેલા મોટો નિર્ણય

August 11, 2023

દિલ્હી- પંજાબ હરિયાણા હાઈકોર્ટે આજ રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પદ માટેની ચૂંટણી પર સ્ટે મૂક્યો છે. ચૂંટણી સંબંધિત મતદાન આવતી કાલે જ થવાનું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2010ની ચેમ્પિયન અનિતા શિયોરાન અને સંજય સિંહ, કુસ્તી મહાસંઘના આઉટગોઇંગ ચીફ  બૃજભૂષણ શરણ સિંહના નજીકના સહયોગી WFI ચીફના પદ માટે મેદાનમાં છે.


અહેવાલો અનુસાર, બ્રિજ ભૂષણ સિંહ પર મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવીને જંતર-મંતર પર બે મહિના સુધી વિરોધ પ્રદર્શન કરનારા છ કુસ્તીબાજો અનિતા શિયોરનનો પક્ષ લઈ રહ્યા છે. અનિતા ભાજપના નેતા પર લાગેલા યૌન શોષણના આરોપોમાં પણ સાક્ષી છે. અહેવાલ મુજબ બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જૂથના નજીકના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ કુસ્તીબાજો ખેલમંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા અને તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતની આશા રાખે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક મધ્યસ્થીએ તેમને ખાતરી આપી છે કે ગૃહમંત્રી શાહ આજે સંસદના સત્ર પછી તેમને મળી શકે છે.


કુસ્તીબાજ વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત ઘણા ખેલાડીઓએ ભાજપના સાંસદ બૃજભૂષણ સિંહનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેણે આરોપ લગાવ્યો હતો કે સિંહે મહિલા રેસલર્સનું યૌન શોષણ કર્યું હતું. વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સતત સિંહને WFI ચીફના પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા હતા.