પ્લેયર્સ માટે ટોઇલેટમાં મૂક્યું જમવાનું

September 20, 2022

સહારનપુર : યુપીના સહારનપુરમાં સ્પોર્ટ્સ અધિકારીઓની મોટી બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે. સહારનપુરના ભીમરાવ સ્ટેડિયમમાં સબ-જુનિયર ચેમ્પિયનશિપમાં 300 મહિલા કબડ્ડી ખેલાડીઓ ભાગ લેવા આવી હતી. તેમના માટે સ્વિમિંગ પૂલમાં લંચ તૈયાર કરવામાં આવ્યું હતું અને એને ટોઈલેટમાં રાખવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સ્પોર્ટ્સ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ અધિકારીને જ્યારે આ મામલે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે વરસાદને કારણે તેમને આ પગલું ભરવું પડ્યું