વાંગચુકની ધરપકડ પર બોલ્યા રાહુલ, ભાજપ-RSS લદાખની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે
September 28, 2025
લદાખ : લદાખમાં થયેલા હિંસક પ્રદર્શનો અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ગેરકાયદે પ્રવૃત્તિઓ (NSA) હેઠળ થયેલી ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને હિંસા માટે ભાજપ-આરએસએસને જવાબદાર ઠેરવ્યા છે. બીજી તરફ, આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.
રાહુલ ગાંધીએ 'એક્સ' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘લદાખની અદ્ભુત જનતા, સંસ્કૃતિ અને પરંપરાઓ ભાજપ અને આરએસએસના નિશાના પર છે. લદાખના લોકોએ માત્ર પોતાનો અવાજ ઉઠાવ્યો, જેના જવાબમાં ભાજપે ચાર યુવકોની હત્યા કરી અને સોનમ વાંગચુકને જેલમાં પૂરી દીધા. હત્યા બંધ કરો, ડરાવવાનું અને ધમકાવવનું બંધ કરો, લદાખને તેમનો અવાજ આપો, તેમને છઠ્ઠી અનુસૂચિનો અધિકાર આપો.’
રાહુલ ગાંધીના નિવેદન પહેલાં AAPએ વાંગચુકની ધરપકડ પર તેમની ચૂપકીદી પર સવાલ ઉઠાવ્યો હતો. AAPએ રાહુલ ગાંધી દ્વારા PM મોદીને ગળે ગાવવાની તસવીર શેર કરીને નિશાન સાધ્યું છે. આપે કહ્યું કે ‘પ્રખ્યાત સમાજસેવી વાંગચુક પર દેશદ્રોહનો ખોટો કેસ કરીને નરેન્દ્ર મોદીની તાનાશાહી સરકારે તેમને જેલમાં પૂરી દીધા, જોકે આ મામલે રાહુલ ગાંધીએ કથિત રીતે મૌન ધારણ કર્યું છે. આ પહેલા રાહુલ ગાંધીએ ભારત-પાકિસ્તાન મેચ યોજવા મામલે મૌન ધારણ કર્યું હતું.’
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026