ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદી કહેર... અનેક ગામો જળમગ્ન
August 03, 2025
ચંદૌલીમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો, પૂરનું એલર્ટ, ઉધમસિંહ નગરમાં રેબડા નદીનું જળસ્તર વધતા અનેક ઘરોમાં પાણી
ઉધમસિંહ : ઉત્તર ભારતના અનેક રાજ્યો પૂર અને વરસાદનો સામનો કરી રહ્યા છે. અનેક નદીઓના જળસ્તર વધવાના કારણે લાખો લોકો પોતાના ઘર છોડવા મજબૂત થયા છે. સૌથી વધુ યુપી અને રાજસ્થાન પૂરના ખતરાનો સામનો કરી રહ્યા છે. ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં રેબડા નદીનું જળસ્તર વધ્યું છે, તો ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લાઓ વરસાદ, પૂરના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે મધ્યપ્રદેશના હબીપુરા ગામ પૂરની ઝપેટમાં આવી ગયું છે. આ ઉપરાંત રાજસ્થાનના ભરતપુરમાં અનેક ગામો જળમગ્ન થઈ ગયા છે. જ્યારે બિહારના બગહામાં ટ્રેક્ટર પલટી જતા મા-પુત્રનું મોત થયું છે. પશ્ચિમ બંગાળના બે ડેમમાં પાણી છોડાતા નીચેના વિસ્તારોને અલર્ટ કર્યા છે.
ઉધમ સિંહ નગરમાં અનેક મુખ્ય નદીઓ આવેલી છે, જેમાં રેબડા નદીમાં પાણીના જળસ્તરમાં વધારો થતા પૂરનું સંકટ શરૂ થઈ ગયું છે. અહીં સૌથી વધુ અસર બાજપુર વિસ્તારમાં થઈ છે, જ્યાં અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું છે અને અનેક માર્ગો જળમગ્ન થઈ ગયા છે. રાજ્યમાં વરસાદની આફતમાં એક 11 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હોવાની માહિતી પણ સામે આવી છે. સતત વરસાદ પડવાના કારણે અનેક નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. સાથે જ રાહત-બચાવ કાર્યમાં પણ અડચણો આવી રહી છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં ગારાપુર-ઝૂંસી માર્ગ આખો ડૂબી ગયો છે. સોનોટી, ઢોલબજવા અને પુરવા ગામનો સંપર્ક તૂટી ગયો છે. અનેક લોકો નાવડીનો સહારો લઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ વરસાદી આફતના કારણે અનેક શાળાઓ બંધ રાખવાની નોબત આવી છે, તો કેટલાક ઘરોમાં વીજળી પણ ડૂલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. છોટા બઘાડા વિસ્તારમાં કમ સુધી પાણી ભરાઈ ગયું છે, તો મંદિરો, વાહનો અને મકાનો પાણીમાં ડૂબી ગયા છે. રસૂલાબાદ ઘાટમાં પાણી ભરાતા અંતિમ સંસ્કાર બંધ થઈ ગયા છે. નદીઓ ખતરાથી ઉપર વહી રહી છે, જ્યારે પૂરના કારણે અનેક લોકો પરેશાન છે.
ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો થવાથી પૂરની ચેતવણી આપવામાં આવી છે. નિયમતાબાદ, ચહનિયા અને સકલડીહામાં અનેક ગામો પર પૂરનો ખતરો ઉભો થયો છે. અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. હાલ તંત્ર એલર્ટ પર છે અને લોકોને સુરક્ષિત સ્થલે જવાની સૂચના આપી રહ્યા છે. ગંગા નદીનું પાણી શહેર તરફ ધસી ગયું છે, જેના કારણે 84 ઘાટ અને મંદિરો ડુબી ગયા છે. વરૂણા નદીમાં પણ જળસ્તર વધતા અનેક ઝુંપડાને અસર થઈ છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર 71.04 પર પહોંચી ગયું છે, જે ખતરાના નિશાનથી માત્ર 22 સેન્ટીમીટર નીચે છે. જેમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર એલર્ટ પર છે. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગંગા નદીનું જળસ્તર 63.105 મીટરને એટલે કે ખતરાના નિશાનને પાર પહોંચી ગયું છે. નદીનું પાણી ગામોમાં ફેલાઈ રહ્યું છે.
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં વરસાદ થંભી ગયો છે, પરંતુ હજુ પણ અનેક ગુમો જળમગ્ન સ્થિતિમાં છે. ભેલેહી અને અન્ય ડેમથી આવેલું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી રહ્યું છે. ભરતપુરનો અજાન ડેમ પણ ઓવરફ્લો થયો છે, તેનું પાણી આગળ વધ્યા બાદ અનેક ગામો જળમગ્ન થયા છે. અહીં ખાડાઓવાળા રસ્તા પર ટ્રેક્ટર પલટી ગયું છે, જેમાં માતા-પુત્રનું મોત થયું છે, જ્યારે ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો છે.
બિહારમાં ભારે વરસાદ પડવાના કારણે ગંડક નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. પશ્ચિમ ચંપારણ અને નેપાળમાં પડી રહેલા વરસાદના કારણે ગંડક નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશતા જળમગ્નની સ્થિતિ ઉભી થઈ છે.
Related Articles
10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પિતાને યાદ પણ નથી બધાના નામ!
10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ,...
Jan 07, 2026
મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનું ઓવૈસીના AIMIM સાથે ગઠબંધન, સત્તા માટે વિચારધારાના ધજિયા
મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનું ઓવૈસીના AIM...
Jan 07, 2026
'વેનેઝુએલાને લઈને ભારત ચિંતિત...', માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પહેલું મોટું નિવેદન
'વેનેઝુએલાને લઈને ભારત ચિંતિત...', માદુર...
Jan 07, 2026
દિલ્હીમાં મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર કાર્યવાહી, ટ્રાફિક એડવાઇઝરી જાહેર
દિલ્હીમાં મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ સ...
Jan 07, 2026
ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનથી MNSની રાજકીય પકડ ઘટી! અનેક કાર્યકર્તા શિંદે જૂથમાં જોડાયા
ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનથી MNSની રાજકીય પ...
Jan 07, 2026
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબ...
Jan 06, 2026
Trending NEWS
07 January, 2026
07 January, 2026
07 January, 2026
07 January, 2026
07 January, 2026
06 January, 2026
06 January, 2026
06 January, 2026
06 January, 2026
06 January, 2026