મુંબઈની લીલાવતી હોસ્પિટલ ચલાવતા ટ્રસ્ટમાંથી રૂ.1200 કરોડની ઉચાપત
March 12, 2025

મુંબઈની લીલાવતી હોસ્પિટલ ચલાવતા ટ્રસ્ટમાંથી રૂ. 1200 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. ટ્રસ્ટે આરોપ લગાવ્યો છે કે પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા રૂ. 1200 કરોડ ઓળવી લેવામાં આવ્યા છે. લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટનો દાવો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉચાપત કરવામાં આવેલી રકમ રૂ. 2100 કરોડ થવા જાય છે. આ સંદર્ભમાં પહેલી હ્લૈંઇ જુલાઈ 2024માં કરવામાં આવી હતી. જો કે પૈસાની ઉચાપતનાં આરોપો 2001થી લગાવવામાં આવ્યા છે.
હોસ્પિટલ દ્વારા પૈસા પાછા મેળવવા કોર્ટ કેસ કરાયો છે. 7મી માર્ચે ટ્રસ્ટ દ્વારા બાન્દ્રા પોલીસમાં નવી ફરિયાદ દાખલ કરાઈ છે. આરોપ લગાવાયો છે કે પૈસાની અછતને કારણે હોસ્પિટલમાં દરરોજ દર્દીઓને આપવામાં આવતી સેવાઓ પ્રભાવિત થઈ છે. મેડિકલ ક્ષેત્રનું આ સૌથી મોટામાં મોટું કૌભાંડ છે. આઈટી વિભાગે રૂ. 500 કરોડનાં ખોટા ખર્ચાનો કેસ કર્યો છે.
મુંબઈ પોલીસનાં પૂર્વ વડા અને હવે લીલાવતી હોસ્પિટલનાં કાર્યકારી વડા પરમબીર સિંહે કહ્યું હતું કે કથિત જવાબદાર ટ્રસ્ટીઓ બેલ્જિયમ અને દુબઈમાં છે. પૂર્વ ટ્રસ્ટીઓ દ્વારા જાદુ ટોના કરીને પૈસાની ઉચાપત કરાઈ હોવાનો આરોપ છે. ટ્રસ્ટીનાં કાર્યાલયની ફરશની નીચેથી માનવ અવશેષો અને હાડકા તેમજ વાળથી ભરેલા 8 કળશ મળી આવ્યા છે. આ વસ્તુઓને પૂરાવા તરીકે સીલ કરીને પોલીસને અપાઈ છે.
Related Articles
પત્નીના નિધનથી દુઃખી પતિએ 4 બાળકો સહિત દૂધમાં ઝેરી ઘોળી પી લીધો, 3ના મોતથી હડકંપ
પત્નીના નિધનથી દુઃખી પતિએ 4 બાળકો સહિત દ...
Mar 12, 2025
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તરીય મેદાની વિસ્તારોમાં વરસાદ, હોળી પર વાતાવરણ બદલાશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તરીય મેદાની વિ...
Mar 12, 2025
PM મોદીને મળ્યું મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન, આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય
PM મોદીને મળ્યું મોરેશિયસનું સર્વોચ્ચ ના...
Mar 12, 2025
જમ્મુ-કાશ્મીરના 2 સંગઠનો પર ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, UAPA હેઠળ લગાવ્યો પ્રતિબંધ
જમ્મુ-કાશ્મીરના 2 સંગઠનો પર ગૃહ મંત્રાલય...
Mar 12, 2025
પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત્વના સમાચાર, આ દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા પડશે
પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત...
Mar 11, 2025
આ બૅન્કના શેરમાં એક ઝાટકે 25%નો કડાકો, હિસાબમાં ગોટાળાનો આરોપ
આ બૅન્કના શેરમાં એક ઝાટકે 25%નો કડાકો, હ...
Mar 11, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025