બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ધમાલ, નિયમ તોડી પોલીસ સાથે ઝપાઝપી કરનાર રાજ શેખાવતની અટકાયત
May 30, 2023

આજે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આજથી બે દિવસ યોજાઈ રહ્યો છે, ત્યારે બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ધમાલ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ શેખાવત વચ્ચે ઘર્ષણ થયું છે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ રાજ શેખાવત અને તેમના બાઉન્સરોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીથી નજીક 50 મીટરનો એરીયા (ડી એરિયા) કોઈને બેસવાની મંજૂરી હોતી નથી. જોકે આ દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ડી એરિયામાં બેઠા હતા. આ દરમિયાન DCP ભગીરથસિંહ જાડેજાએ તેમને ઉભા થવાનું કહેતા રાજ શેખાવતે તેમની સાથે બોલાચાલી કરી રકઝક કરી હતી. આ દરમિયાન રાજ શેખાવત ડીસીપીને ધક્કો માર્યો હતો, જેના કારણે ભગીરથસિંહ જાડેજાના સ્ટાફ વચ્ચે મામલો બિચક્યો હતો.
રાજ શેખાવત અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયા બાદ રાજ શેખાવતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તુરંત રાજ શેખાવતને ઝડપી પાડ્યો હતો અને પોલીસની ગાડીમાં બેસાડી દીધો હતો. આ ઘટના અંગે ઝોન-7 DCP ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે, કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત મંજુરી વગર ડી એરિયામાં બેઠા હતા, જેમને ઉભા થવાનું કહેતા શેખાવતે રકઝક શરૂ કરી દીધી હતી. ત્યારબાદ શેખાવતે પોલીલ સાથે ઝપાઝપી કર્યા બાદ ઉભી પૂંછળીયે ભાગવાનો પ્રયાસ કરતા તેને ઝડપી પાડ્યો હતો.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025