Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

રાજકોટવાસી ઠંડીમાં ઠુઠવાયા! 10 વર્ષમાં પહેલીવાર જોવા મળી કોલ્ડવેવની અસર

December 17, 2024

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ઠંડી ભુક્કા બોલાવી રહી છે. આ વખતે કચ્છના નલિયા સાથે સૌરાષ્ટ્રનું રાજકોટ પણ ઠંડુગાર થઈ ગયું છે. રાજકોટમાં દર વર્ષે સામાન્ય ઠંડી નોંધાતી હતી, ત્યાં આ વખતે રાજકોટવાસીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે. છેલ્લાં દસ દિવસથી રાજકોટમાં શીત લહેર છે. દર વર્ષે કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં કોલ્ડવેવની અસર જોવા મળતી, પરંતુ આ વર્ષે સૌસરાષ્ટ્રના રાજકોટમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. 

હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે દાસના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર માટે મહત્ત્વનો છે. ત્યાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે, પરંતુ કોલ્ડવેવની અસર રહેતી નથી. જોકે, આ વર્ષે રાજકોટ જેવા શહેરમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. છેલ્લાં દસ વર્ષના આંકડાઓ મુજબ પહેલીવાર રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી છે. 

ભારતીય હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી વધુ નોંધાય તેવી શક્યતા છે. પરંતુ, અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે પ્રકારની ઠંડી પડી રહી છે, તે મુજબ ડિસેમ્બરના પહેલાં પંદર દિવસમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું નોંધાયુ છે. જે સાબિત કરે છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ઠંડીનું જોર વધ્યું છે. 

ભારતીય હવામાનની આગાહી મુજબ, ડિસેમ્બરરમાં કોલ્ડવેવના દિવસો પણ ઓછા રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે રાજસ્થાન અને કચ્છના રણ પ્રદેશમાં પાંચથી છ દિવસ કોલ્ડવેવની અસર રહે છે. જોકે, આ વર્ષે તેમાં ઘટાડો નોંધાયો છે અને ફક્ત બે થી ત્રણ દિવસ જ કોલ્ડવેવની અસર રહેવાની આગાહી છે.