Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

રિંકુએ પ્રિયા સરોજ માટે મુંબઈથી લીધી ખાસ રિંગ

June 09, 2025

ક્રિકેટર રિંકુ સિંહ અને મછલીશહરના સાંસદ પ્રિયા સરોજની રિંગ સેરેમની આજે લખનૌની ફાઇવ સ્ટાર હોટેલ ધ સેન્ટ્રમમાં યોજાઈ હતી. રિંગ સેરેમનીમાં ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પિયુષ ચાવલા અને યુપી રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ જેવા પ્રખ્યાત ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ બધા વચ્ચે રિંકુ અને પ્રિયાની રિંગ ચર્ચામાં છે.  રિંકુ સિંહ અને મછલીશહરના સાંસદ પ્રિયા સરોજએ એકબીજા માટે ખાસ રિંગ ઓર્ડર કરી છે.

પ્રિયાએ કોલકાતાથી ડિઝાઇનર રિંગ ખરીદી છે જ્યારે રિંકુએ મુંબઈથી ખાસ રિંગ ઓર્ડર કરી છે. બંને રિંગની કુલ કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. કપલની પસંદગી અનુસાર મેનુ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રિયાએ તેના મનપસંદ બંગાળી રસગુલ્લા અને કાજુ પનીર રોલનો સમાવેશ કર્યો છે જ્યારે રિંકુની પ્રિય વાનગી પનીર ટિક્કા અને માતર મલાઈને પણ મેનુમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ક્રિકેટર રિંકુ સિંહ અને દ પ્રિયા સરોજના રિંગ કાર્યક્રમમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ પાસ દ્વારા ફક્ત 300 મહેમાનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી. હોટલની અંદર અને બહાર ખાનગી સુરક્ષા અને પોલીસ તૈનાત હતા સાથે જ  સુરક્ષા ટીમ પણ એલર્ટ મોડ પર જોવા મળી હતી કારણ કે કોઈ પણ VIP મહેમાનોને કોઈ સમસ્યા ન થાય.