CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાને ગળે લગાવ્યો
May 30, 2023

ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. ચેન્નાઈની જીતમાં રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે છેલ્લી ઓવરના છેલ્લા બે બોલમાં 1 સિક્સર અને 1 ફોર ફટકારીને ટીમને જીત અપાવી હતી. ચેન્નાઈની જીત બાદ મેદાન પર એક રસપ્રદ નજારો જોવા મળ્યો. જાડેજા પત્ની રીવાબાને ગળે લગાવે છે. આ ક્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે.
જાડેજાએ મોહિત શર્માના બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને જીત અપાવી હતી. ચેન્નાઈની જીત બાદ જાડેજા મેદાનમાંથી ડગઆઉટમાં બેઠેલા મહેન્દ્ર સિંહ ધોની તરફ દોડ્યો હતો. તેણે ધોનીને ગળે લગાવ્યો. આ દરમિયાન ધોનીએ તેને પોતાના ખોળામાં ઊંચક્યો. આ પછી જાડેજા પત્ની રીવાબાને મળ્યો.
જાડેજાએ રીવાબાને ગળે લગાડ્યા. આ ભાવુક પળનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય જ્યારે જાડેડાએ કમાલ કર્યો ત્યારે રીવાબા ભાવુક થયા હતા. વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટ જોવા મળી રહી છે. ટીમે ટ્રોફી જીત્યા બાદ જાડેજા અને ચેમ્પિયનશીપની ટ્રોફી સાથે રીવાબા અને તેમની દીકરીએ પણ ફોટો પડાવ્યા હતા.
Related Articles
ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગનો મામલો, ત્રણ ભારતીય સહિત 8 લોકો પર આરોપ, જાણો તેના નામ
ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગનો મામલો, ત્ર...
Sep 20, 2023
ODI WC 2023: પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં મોટા ફેરફારના સંકેત
ODI WC 2023: પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમા...
Sep 20, 2023
એશિયન ગેમ્સમાં વોલીબોલમાં ભારતીય મેન્સ ટીમની વિજયી શરૂઆત, કમ્બોડિયાને 3-0થી હરાવ્યું
એશિયન ગેમ્સમાં વોલીબોલમાં ભારતીય મેન્સ ટ...
Sep 20, 2023
World Cup 2023: દરેક પીચ પર હશે ઘાસ, બાઉન્ડ્રી પણ 70 મીટરથી વધુ, ICCએ સૂચનાઓ કરી જાહેર
World Cup 2023: દરેક પીચ પર હશે ઘાસ, બાઉ...
Sep 20, 2023
Asia Cup 2023 Final : ભારત બન્યું 8મી વખત એશિયા કપનું ચેમ્પિયન
Asia Cup 2023 Final : ભારત બન્યું 8મી વખ...
Sep 17, 2023
IND vs BAN : બાંગ્લાદેશનો 6 રને વિજય, ભારતીય ટીમ ઓલઆઉટ, ગીલ-અક્ષરનું શ્રેષ્ઠ પ્રદર્શન
IND vs BAN : બાંગ્લાદેશનો 6 રને વિજય, ભા...
Sep 16, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023