બિહારમાં ચૂંટણી પહેલા RJDનું ટેન્શન વધ્યું: ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ

August 03, 2025

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ મુશ્કેલીમાં મુકાયા છે. ચૂંટણી પંચે તેજસ્વીને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં તેજસ્વીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મતદાર ઓળખ કાર્ડ બતાવ્યું હતું, ત્યારે ચૂંટણી પંચ તેની તપાસ કરવા માટે કાર્ડ માગ્યું છે.


ચૂંટણી પંચે એવું પણ કહ્યું છે કે, તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બતાવેલ EPIC નંબર વેલિડ નથી. તેજસ્વીના આક્ષેપો બાદ ચૂંટણી નોંધણી અધિકારી (ERO)એ જવાબ માંગ્યો છે. ઈઆરઓએ કહ્યું કે, ‘પ્રેસ કોન્ફરન્સમાં બતાવાયેલ આઈડી કાર્ડ સત્તાવાર જારી કરાયેલું લાગતું નથી, તેથી તેની તપાસ કરવી જરૂરી છે. તેજસ્વી પાસે EPICની તપાસ કરવા માટે ચૂંટણી પંચે તેજસ્વી પાસેથી ઈપિક કાર્ડનિ વિગતો અને ઓરિજનલ કોપી માંગી છે. 


તેજસ્વી યાદવે બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ જારી કરાયેલ ડ્રાફ્ટ રોલ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મતદાર યાદીમાંથી મારુ નામ કાપી નાખવામાં આવ્યું છે. ત્યારબાદ તંત્રએ તેજસ્વીના દાવાને રદીયો આપ્યો હતો. તે વખતે તેજસ્વીએ કહ્યું હતું કે, મારો ઈપીઆઈસી નંબર બદલી નાખવામાં આવ્યો છે. હવે ચૂંટણી પંચ તેજસ્વીએ બતાવેલ ઈપીઆઈસી નંબર અને મતદાર કાર્ડની તપાસ કરશે.