ગુજરાતમાં ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે
June 21, 2025
રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. તેમણે વિઝનરી આયોજનથી રાજ્યના માર્ગોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરીને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટીનો વ્યાપ વધાર્યો હતો.
આ વિકાસયાત્રાને આગળ લઇ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સમયની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે.
આ વર્ષે રાજ્યના બજેટમાં બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બે એક્સપ્રેસ વે છે : (અ) નમોશક્તિ અને (બ) સોમનાથ - દ્વારકા એક્સપ્રેસ વે. અંદાજિત ₹ 36,120 કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અંદાજિત ₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકાની આસપાસના વિસ્તારો માટે ની કનેક્ટિવિટી સુગમ બનશે.
Related Articles
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્ત...
Jun 29, 2026
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશં...
Jun 29, 2026
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે 108 કળશના પવિત્ર જળથી થશે ભગવાનનો જળાભિષેક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે...
Jun 29, 2026
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના...
Jun 28, 2026
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026