રોબર્ટ વાડ્રા ને ઈડીનું તેડુ, શિકોહપુર જમીન કૌભાંડ કેસમાં બીજી વખત સમન્સ

April 15, 2025

શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યા છે. તેમને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ, તેમને 8 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા.

વાડ્રાને આજે જ ED સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. EDને શંકા છે કે વાડ્રાએ મની લોન્ડરિંગ કર્યું છે. રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડને કોલોની વિકસાવવા માટે ગુરુગ્રામમાં 7.50 કરોડ રૂપિયામાં 3.53 એકર જમીન આપવામાં આવી હતી.

હરિયાણા સરકારે રોબર્ટ વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું, જેનાથી તેને આ જમીનના 2.70 એકરને કોમર્શિયલ કોલોની તરીકે વિકસાવવાની મંજૂરી મળી હતી. પરંતુ કોલોની વિકસાવવાને બદલે, રોબર્ટ વાડ્રાની કંપનીએ 2012 માં આ જમીન DLF યુનિવર્સલ લિમિટેડને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી.