વર્લ્ડકપ ફાઈનલમાં હાર બાદ રોહિત શર્મા પહેલીવાર સોશિયલ મીડિયા પર જોવા મળ્યો એક્ટિવ

November 27, 2023

ભારતે ODI World Cup 2023માંશાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટાઇમ સતત 10 મેચ જીતી ઇતિહાસ રચી દીધો હતો.  સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને 2019નો બદલો પાન લઈ લીધો હતો.  પરંતુ ફાઇનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલ મેચ હાર્યા બાદ ભારતીય ખેલાડીઓ હારના દુખમાંથી બહાર આવ્યા અને સોશિયલ મીડિયા પર સમગ્ર ODI World CUp 2023 દરમિયાન સપોર્ટ કરવા બદલ ફેન્સનો આભાર પાન વ્યક્ત કર્યો હતો. પરંતુ ભારતીય ટીમનો  કેપ્ટન રોહિત શર્મા કોઈપણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ ન હતો.  જેથી ફેન્સ તેના માટે ખૂબ ચિંતિત હતા.  પરંતુ હવે રોહિતના ફેન્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. રોહિત શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેના ફેન્સને ચિંતમાંથી મુક્ત કરી દીધા છે. રોહિતે ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તે તેના પરિવાર સાથે વિદેશમાં રજાઓ મનાવી રહ્યો છે. આ  તસવીરમાં રોહિત તેની પત્ની રિતિક સાથે જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનના દમ પર ટીમ ઈન્ડિયાને સતત 10 મેચમાં જીત અપાવી હતી. પરંતુ ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.