રશિયાએ યુક્રેનના 5000 ચો.કિ.મી. વિસ્તાર પર કબજો મેળવ્યો, યુદ્ધ વચ્ચે પુતિનનો દાવો

October 08, 2025

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે આ વર્ષે તેમની સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. સૈન્ય કમાન્ડરો સાથેની બેઠકમાં પુતિને ભારપૂર્વક કહ્યું કે, યુદ્ધના મેદાનમાં સંપૂર્ણ વ્યૂહાત્મક પહેલ રશિયા પાસે છે. અમે અમારી પકડ મજબૂત રાખી છે અને રશિયાની અંદર હુમલો કરવાના યુક્રેનના પ્રયાસોથી પરિસ્થિતિ પલટાશે નહીં.' તેમનું આ નિવેદન બંને દેશો તરફથી થઈ રહેલા સતત ડ્રોન હુમલાઓની વચ્ચે આવ્યું છે.

પુતિને મંગળવારે પોતાના જન્મદિવસ પર ટોચના સૈન્ય કમાન્ડરો સાથેની બેઠકમાં કહ્યું કે યુક્રેનિયન સેનાઓ મોરચા પરથી પાછી હટી રહી છે. તેમણે યુક્રેન દ્વારા રશિયન ક્ષેત્રમાં કરાતા હુમલાઓને માત્ર તેમની 'ગભરામણ' ગણાવી, જે યુદ્ધની સ્થિતિ બદલવામાં મદદ કરશે નહીં.