સુરતમાં જુના બોમ્બે માર્કેટમાં સાડીની દુકાન ભડકે બળી, આગ લાગતાં લાખોના
October 03, 2023

સુરતઃ શહેરમાં જુના બોમ્બે માર્કેટમાં એક દુકાનમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.દુકાનમાં રહેલો સાડીઓનો જથ્થો આગની લપેટમાં આવતાં બળીને ખાક થઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વીકરાળ આગથી લાખો રૂપિયાના માલને નુકસાન થવા પામ્યું છે પણ સદનસીબે કોઈ જાન હાની થઈ નથી.(old bombay market) ફાયર વિભાગે આગપર કાબુ કરી લેતા વેપારીઓમાં પણ રાહત થઈ હતી.
આગની ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જુના બોમ્બે માર્કેટમાં નંદીની સાડીની દુકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. વેપારીઓએ આગની ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરી હતી. આગ વધુ પસી જાય તેમ હતું પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી તેમજ માર્કેટની ટીમે પણ ખૂબ સારી રીતે આગ હોલવવાનો પ્રયાસ કર્યો હતો તેનાથી પણ આગ ઉપર ઝડપથી કાબુ મેળવી લેવાયો છે.
બીજી તરફ સુરતના ઉગત વિસ્તારમાં શ્રીજી નગરી પાસે મોટું ભંગારનું ગોડાઉન અચાનક સળગી ઊઠ્યું હતું. ગોડાઉનની સાથે નજીકમાં અન્ય નાની-મોટી દુકાનો પણ આવી છે અને આ દુકાનોની સાથે શ્રમજીવી લોકો પણ રહે છે. ત્યારે અચાનક ભંગારનું ગોડાઉન આગમાં ભભૂકી ઊઠતા મધરાતે નાસભાગ મચી ગઈ હતી. ગોડાઉનની આસપાસ દુકાનોમાં શ્રમજીવી લોકો રાત્રે ઊંઘી રહ્યા હતાં. જોકે, સમયસર જાણ થઈ જતા આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતા ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
Related Articles
ગુજરાત સરકારની તિજોરી GSTથી ભરાઈ ગઈ! 24 ટકા વધારા સાથે સૌથી વધુ GST કલેક્શન
ગુજરાત સરકારની તિજોરી GSTથી ભરાઈ ગઈ! 24...
Dec 01, 2023
આર્મીના હેલિકોપ્ટરનું માંડવીમાં ઇમર્જન્સી લેન્ડિંગ, 5 જવાનનો આબાદ બચાવ
આર્મીના હેલિકોપ્ટરનું માંડવીમાં ઇમર્જન્સ...
Dec 01, 2023
સુરતના બેગમપુરા વિસ્તારમાં મળસ્કે ચોરી કરવા ઘુસેલા બે ચોરે મહિલાની હત્યા કરી
સુરતના બેગમપુરા વિસ્તારમાં મળસ્કે ચોરી ક...
Nov 30, 2023
ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી, વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે દરોડા
ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવ...
Nov 29, 2023
સુરતના સચિન વિસ્તારમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ, 24 કામદારો દાઝ્યા
સુરતના સચિન વિસ્તારમાં એથર ઈન્ડસ્ટ્રીઝમા...
Nov 29, 2023
આવતા મહિનાથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે, હવે માવઠાની શક્યતા નહીવત
આવતા મહિનાથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે,...
Nov 28, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023