શરદ પવારે ત્રીજી યાદી જાહેર કરી, સ્વરા ભાસ્કરના પતિને ફાળવી બેઠક
October 27, 2024
ચિંચવડ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં ટિકિટ ફાળવણી મુદ્દે સપાનો વિવાદ હજી થંભ્યો નથી, ત્યાં એનસીપી નેતા શરદ પવારે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પક્ષના વધુ નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં શરદ પવાર જૂથે અણુશક્તિ નગરમાંથી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ટિકિટ ફાળવી છે. ફહાદ અહમદ સપામાં હતા, પરંતુ હવે તે એનસીપી શરદ જૂથમાં જોડાયા છે.
એનસીપી-એસસીપીમાં સામેલ થયા બાદ ફહાદ અહમદે જણાવ્યું કે, હું પહેલાં નેતૃત્વ દળ સાથે મુલાકાત કરીશ બાદમાં નિવેદન આપીશ... એનસીપી-એસસીપીની વિચારધારા સમાજવાદી પાર્ટીની વિચારધારાથી અલગ નથી. હું શરદ પવારનો આભાર માનીશ કે, તેમણે અખિલેશ યાદવને પૂછ્યું કે, અમે ફહાદનું નામ અમારા પક્ષના ચિન્હ સાથે જાહેર કરીએ...
નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ)એ મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકમાં કુલ 85 બેઠકો પર લડવાનો નિર્ણય લીધો છે. જેમાં પ્રથમ યાદીમાં 45, બીજી યાદીમાં 22 ઉમેદવારો ઉતાર્યા હતા. આ યાદીમાં પક્ષના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરને બીડમાંથી, નાસિકના ડિંડોરીમાંથી સુનીતા ચારોસ્કરને ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં બારામાતીથી અજીત પવારની સામે તેમના જ ભત્રીજા યુગેન્દ્ર પવારને ઉતાર્યા છે. અત્યારસુધી કુલ 76 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એનસીપી મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં રહી ચૂંટણી લડશે.
- ત્રીજી યાદીમાં આ ઉમેદવારોને મળી ટિકિટ
1. કરંજા- જ્ઞાયક પટણી
2. હિંગણઘાટ- અતુલ વાંદિલે
3. હિંગણા- રમેશ બંગ
4. અણુશક્તિનગર- ફહાદ અહમદ
5. ચિંચવડ- રાહુલ કલાટે
6. ભોસારી- અજિત ગહ્વાણે
7. માઝલગાંવ- મોહન બાજીરાવ જગતાપ
8. પરલી- રાજેસાહેબ દેશમુખ
9. મોહોલ- સિદ્ધિ રમેશ કદમ
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026