અમેરિકાને ભારત પર શંકા ઊભી થઈ, 'પ્રાયોરિટી વૉચ લિસ્ટ'માં નામ ઉમેર્યું
May 02, 2026
અમેરિકાએ ફરી એકવાર બૌદ્ધિક સંપદા અધિકારો(Intellectual Property Rights) બાબતે ભારત સામે લાલ આંખ કરી છે. અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ(USTR) ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા '2026 સ્પેશિયલ 301 રિપોર્ટ'માં ભારતને ફરી 'પ્રાયોરિટી વૉચ લિસ્ટ'માં મૂકવામાં આવ્યું છે. આ યાદીમાં ભારતની સાથે ચીન, રશિયા, ઇન્ડોનેશિયા, ચિલી અને વેનેઝુએલા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. અમેરિકા દર વર્ષે એપ્રિલના અંતમાં આ ખાસ રિપોર્ટ જાહેર કરે છે, જેમાં તે પોતાના ભાગીદાર દેશોમાં પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ જેવા બૌદ્ધિક સંપદાના કાયદાઓ અને તેના સંરક્ષણની ચકાસણી કરે છે.
જોકે, આ યાદીમાં નામ આવવાનો અર્થ એ નથી કે ભારત પર તાત્કાલિક કોઈ પ્રતિબંધો લગાવી દેવામાં આવશે. વાસ્તવમાં, આ અમેરિકાની એક ખાસ વ્યૂહનીતિ છે, જેના દ્વારા તે આંતરરાષ્ટ્રીય વેપારી વાટાઘાટોમાં અન્ય દેશો પર દબાણ વધારી શકે છે. ભારત માટે આ બાબત મહત્ત્વની છે કારણ કે અમેરિકા લાંબા સમયથી ભારતની આઈપીઆર નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરતું આવ્યું છે. ભવિષ્યમાં વેપાર અને ટૅક્નોલૉજીના આદાન-પ્રદાનમાં કોઈ અવરોધ ન આવે તે માટે આ રિપોર્ટની અસરોને સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે.
અમેરિકાના આ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બૌદ્ધિક સંપદાના સંરક્ષણ બાબતે ભારતની પ્રગતિ 'અસ્થિર' રહી છે. અમેરિકાની સૌથી મોટી ચિંતા ઇન્ડિયન પેટન્ટ એક્ટની 'ધારા 3(d)'ને લઈને છે, જે જૂની દવામાં સામાન્ય ફેરફાર કરીને નવી પેટન્ટ મેળવવાની પ્રક્રિયાને અટકાવે છે. અમેરિકન ફાર્મા કંપનીઓ ઈચ્છે છે કે તેમને આવા નાના ફેરફારો પર પણ પેટન્ટ મળે, જેથી બજારમાં તેમનો એકાધિકાર જળવાઈ રહે. આ ઉપરાંત, રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં પેટન્ટના કેસો લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે અને અહીં ડેટા સુરક્ષા માટે કોઈ અસરકારક સિસ્ટમનો અભાવ છે, જે વેપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે.
અમેરિકાએ ભારત દ્વારા આઈટી ઉત્પાદનો, સોલર એનર્જી સાધનો અને તબીબી ઉપકરણો પર લગાવવામાં આવતી ઊંચી કસ્ટમ ડ્યુટીની પણ ટીકા કરી છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોપીરાઇટ અને ટ્રેડમાર્ક નિયમોનું ચુસ્તપણે પાલન થતું નથી અને મોટા પાયે નકલી ઉત્પાદનો(Counterfeiting) બજારમાં જોવા મળે છે. સાથે જ, ભારત સરકાર પાસે રહેલી 'કમ્પલસરી લાયસન્સિંગ'ની સત્તા, જેના દ્વારા સરકાર જનહિતમાં કોઈપણ પેટન્ટ દવા બનાવવાનું લાયસન્સ ત્રીજી કંપનીને આપી શકે છે, તેનાથી અમેરિકન કંપનીઓને તેમના નફામાં ઘટાડો થવાનો ડર સતાવી રહ્યો છે.
Related Articles
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026