ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુરાવા માંગતા ભાઈ બહેનનું હાડપિંજર લઈને પહોંચ્યો
April 29, 2026
ઓડિશાના કેઓનજાહર જિલ્લાના દીયાનાલી ગામમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. 50 વર્ષીય જીતુ મુંડા પોતાની મૃત બહેન કલરા મુંડાના બેન્ક ખાતામાં જમા થયેલા 19,300 રૂપિયા ઉપાડવા માટે મહિનાઓથી ગ્રામીણ બેન્કના ધક્કા ખાતા હતા. બેન્ક કર્મચારીઓ સતત બહેનના મૃત્યુના પુરાવા માંગી રહ્યા હતા અને તેમને હેરાન કરતા હતા. અંતે જટિલ વ્યવસ્થાથી કંટાળીને જીતુ મુંડાએ પોતાની બહેનનું હાડપિંજર જમીનમાંથી ખોદી કાઢ્યું અને તેને ખભે ઉચકીને બેન્ક પહોંચી ગયા હતા.
આ દ્રશ્ય જોઈને બેન્ક કર્મચારીઓ અને ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રશાસન અને બેન્કની જડ વ્યવસ્થા સામે સવાલો ઉઠતા અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. ગણતરીના કલાકોમાં જ એડિશનલ મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ જીતુ મુંડાના ઘરે પહોંચી હતી અને તેને રકમ સોંપી હતી. આ ઘટનાએ સરકારી તંત્રની સંવેદનહીનતાનો ચહેરો ખુલ્લો પાડ્યો છે.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026