સુરતના કામરેજમાં હચમચાવી દેનારી ઘટના: પ્રેમીએ યુવતિને પાંચ માળેથી ધક્કો મારી કરી હત્યા

June 21, 2025

સુરત : સુરતમાં હત્યાની ઘટનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ક્રાઇમ રેટ વધતા પોલીસની કામગીરી અને સુરક્ષા કાયદા પર પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. સુરતમાં 'સબ સલામત'ના દાવા જાણે પોકળ સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે ગુનેગારો બેફામ બનીને એક પછી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. સુરતના કામરેજમાં હચમચાવે દેનાર ઘટના સામે આવી છે. જેમાં યુવતીના પ્રેમીએ પોતાની પ્રેમિકાને પાંચમા માળેથી ધક્કો મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. કોઇ કારણોસર તરકાર થતાં હત્યા કરી દેવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પોલીસને બનાવની જાણ થતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજ ગામે યુવતીની હત્યાના સમાચાર ભારે હાહાકાર મચી ગયો છે. કામરેજના શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પ્રેમીએ યુવતિને ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હોવાનો આરોપ છે. કોઇ અગમ્ય કારણોસર બંને વચ્ચે માથકૂટ થતાં પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. યુવકની પૂછપરછ બાદ જ હત્યા પાછળનું કારણ જાણી શકાય એમ છે. પોલીસ હાલ યુવકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.