Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો

June 29, 2025

સુરત : વિશ્વના નકશા પર ભારત આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આ સફરમાં ગુજરાતીઓનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાતના 12 યુવાન પર્વતારોહકોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલી 20,050 ફૂટ ઊંચી 'માઉન્ટ યુનામ' પર દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરી હતી. જ્યાં દેશનો તિરંગો લહેરાવીને યુવાનોને નશાવિરોધી જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 


ગુજરાતના 12 યુવાનોની ટીમે 21 મેના રોજ પોતાની યાત્રાની શરૂઆત કરી હતી અને 28 મેના રોજ શિખર સર કરવામાં સફળતા મેળવી હતી. દુર્ગમ માર્ગ, હિમયુક્ત વાતાવરણ અને ઓક્સિજનની અછત જેવી તમામ અડચણોને પાર કરીને યુવાનો માઉન્ટ યુનામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે યુવાનોમાં ડ્રગ્સને લઈને જાગૃતતા ફેલાવવા માટે 'નો ડ્રગ્સ કેમ્પેઈન' નામના બેનરો સાથે મેસેજ આપ્યો હતો. સમગ્ર ટીમને Invincible NGO દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા હતા. 


આ 12 સાહસિક યુવાની ટીમમાં નમ્ર ભાવસાર, સમર્થ વાચ્છાણી, ધ્રુવ પટેલ, દેવાંશ રાવલ, તેજસ શાહ, રાજુ બસનેત, હર્ષ ભરાડ, ચિરાગ પટેલ, ધ્રુવ પટેલ, રુદ્રરાજસિંહ રેવર, મયુર બજાનીયા, શ્યામ લખાણીનો સમાવેશ થાય છે. જેઓએ પોતાની હિંમત અને સંકલ્પશક્તિથી દેશનું ગૌરવ વધાર્યું હતું.