શુભમન ગિલની ઐતિહાસિક ઈનિંગ્સ, વર્ષ 2023માં નવો રેકોર્ડ બનાવી દીધો

March 11, 2023

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં ઓપનર શુભમન ગીલે સદીની ઇનિંગ રમી છે. શુભમન ગિલે આ મેચમાં સદી ફટકારીને એવો રેકોર્ડ બનાવ્યો છે જે આ વર્ષે કોઈ બેટ્સમેન કરી શક્યો નથી.


શુભમન ગીલેની ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી સદી છે. આ પહેલા શુભમન ગિલે ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ જ સમયે આ વર્ષે 3 મહિનામાં તેણે ત્રણેય ફોર્મેટમાં સદીની ઇનિંગ્સ રમીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. શુભમન ગિલ વર્ષ 2023માં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.


23 વર્ષીય શુભમન ગિલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જ ન્યૂઝીલેન્ડ સામે 54 બોલમાં ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સદી પૂરી કરી હતી. શુભમન ગીલે 200થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. તે 126 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે 63 બોલની અણનમ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.