સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ
October 05, 2025
ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને ઈનોવેટર સોનમ વાંગચૂકે લેહમાં થયેલી હિંસામાં 4 લોકોના મોતને લઈને સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી છે. રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અને છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની માંગ સાથે 24 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એ પછી તેમણે લદ્દાખીઓને શાંતિ અને એકતા જાળવવા અને અહિંસક, ગાંધી ચિંધ્યા માર્ગે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવા વિનંતી કરી હતી. આ મેસેજ તેમણે તેમના ભાઈ, ત્સેતન દોરજે લે અને વકીલ મુસ્તફા હાજી દ્વારા આપ્યો હતો, જેઓ શનિવારે જોધપુર સેન્ટ્રલ જેલમાં તેમની મુલાકાતે આવ્યા હતા.
સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, 'જ્યા સુધી સ્વતંત્ર તપાસનો આદેશ ન મળે, ત્યાં સુધી હું જેલમાં રહેવા તૈયાર છું.' રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા વાંગચુકે લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની છઠ્ઠી અનુસૂચિ અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'એપેક્સ બોડી લદ્દાખના હિતમાં જે પણ પગલાં લે છે, હું તેમને પૂરા દિલથી સમર્થન આપું છું.' નાગરિકોને સંબોધન કરતાં એક પત્રમાં તેમણે લખ્યું છે કે, 'હું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છું. દરેકની ચિંતા અને પ્રાર્થનાઓ માટે હું આભાર માનું છું. જે લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. જેઓ ઘાયલ થયા છે અથવા કસ્ટડીમાં છે તેમના માટે હું પ્રાર્થના કરું છું.'
Related Articles
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસન...
Nov 10, 2025
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુજરાતમાં હાઇઍલર્ટ
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુ...
Nov 10, 2025
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 1...
Nov 10, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરોડ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાન...
Nov 10, 2025
Trending NEWS
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025