મહાકુંભથી પાછા આવતા ગુજરાતના 4 શ્રદ્ધાળુના દર્દનાક મોત, યુપીમાં કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર
March 01, 2025
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ઝાંસી-કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં ગારિયાધાર અને ભાલવાવના ચાર લોકો સામેલ છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત યુવતીને ઝાંસીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. અકસ્માત શુક્રવારે (28મી ફેબ્રુઆરી) સવારે 4 વાગ્યે થયો હતો.
મળતી માહિતી અનુસાર, મૃતકોમાં ગારિયાધારના રૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેન જ્યારે ભાલવાવના જગદીશભાઈ અને કૈલાશબેનનો સમાવેશ થાય છે. જ્યારે દીકરી ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રયાગરાજથી પાછો આવતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો.
અકસ્માતના અહેવાલથી વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે ગુજરાતના પરિવારની કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એકાએક ડ્રાઈવરે સ્ટીયરિંગથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનો દાવો છે.
Related Articles
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘો...
Oct 27, 2026
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગ...
Oct 26, 2026
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જાન્યુઆરી ટોલ વસૂલાશે, 2200 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાયા
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જ...
Oct 21, 2026
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગુજરાત સુધીનું 19 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ઝડપાયું, ત્રણની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગ...
Oct 21, 2026
સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર
સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર...
Oct 21, 2026
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ...
Oct 20, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026