સલમાનના મુદ્દાથી દૂર રહો..સાંસદ પપ્પુ યાદવને લોરેન્સ ગેંગની ધમકીનો દાવો

October 28, 2024

બિહારના પૂર્ણિયાથી સાસંદ પપ્પુ યાદવને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાનો દાવો કરાયો છે.  કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી લોરેન્સ ગેંગ તરફથી આપવામાં આવી છે. પપ્પુ યાદવને ધમકી ભર્યો કોલ કરનારાએ દાવો કર્યો કે સતત પપ્પુ યાદવના લોકેશનની રેકી કરવામાં આવી રહી છે . તેઓને જાનથી મારી નાંખશે. એટલું જ નહીં પપ્પુ યાદવને પણ સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. પપ્પુ યાદવે બિહારના ડીજીપીને મામલાની જાણકારી આપી છે જેથી તેના પર કાર્યવાહી થઈ શકે.

આ મામલે પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા ધમકી અપાઇ હોવાનો દાવો કરાયો છે. સલમાન ખાનના કેસમાં ન પડવા કહ્યું છે. જો કે આ મામલે બિહારના ડીજીપીને ફરિયાદ કરતા તપાસ તેજ કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે  પૂર્ણિયાના સાંસદ પપ્પૂ યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી જેમાં તેમણે વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો..

તેમણે કહ્યું કે એક અપરાધી જેલમાં બેસીને પડકાર ફેંકી રહ્યો છે. લોકોને મારી રહ્યો છે. તમામ લોકો મૂક દર્શક બનીને જોઇ રહ્યો છે. પપ્પૂ યાદવે કહ્યું કે લોરેન્સ બિશ્નોઇએ મૂસેવાલાને માર્યો, તો ક્યારેક કરણી સેનાના પ્રમુખને અને હવે ઉદ્યોગપતિ અને રાજનેતાને મારી નંખાયા. પપ્પૂ યાદવે લોરેન્સ બિશ્નોઇને બે ટકાનો ગુનેગાર ગણાવ્યો અને પડકાર ફેંક્યો કે જો કાયદો મને અનુમતિ આપે તો 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઇ જેવા 2 ટકાના ગુનેગારનું આખુ નેટવર્ક ખતમ કરી દઉં.