પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
May 15, 2026
TTP એ સ્વીકારી જવાબદારી
ખૈબર પખ્તુનખ્વા- પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજોર વિસ્તારમાં સૈન્ય કેમ્પ પર મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકીઓએ સૌથી પહેલા સૈન્ય સુવિધા ધરાવતા હિસ્સામાં એક જોરદાર વિસ્ફોટ કર્યો હતો. આ ધડાકાને કારણે સર્જાયેલી અફરાતફરીનો લાભ ઉઠાવીને હથિયારધારી આતંકવાદીઓ કેમ્પની અંદર ઘૂસી ગયા હતા, જેના પછી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે લાંબો સમય સુધી અથડામણ ચાલી હતી. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, આ હુમલો તેમની 'સ્પેશિયલ ઇસ્તશહાદી ફોર્સીસ' (SIF) દ્વારા કરવામાં આવ્યો છે.
ઓક્ટોબર 2025 માં ક્વેટામાં થયેલા હુમલા બાદ આ પ્રથમ ઘટના છે જેમાં TTP એ સત્તાવાર રીતે આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી હોય. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક અઠવાડિયાની અંદર આ બીજો આત્મઘાતી હુમલો છે. આ અગાઉ મંગળવારે લક્કી મરવત જિલ્લાના નૌરંગ બજારમાં એક વિસ્ફોટક ભરેલા ઓટોરિક્ષા દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસકર્મીઓ અને એક મહિલા સહિત અનેક લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરી મહિનામાં પણ આ પ્રાંતમાં થયેલા હુમલામાં 5 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. સતત વધી રહેલા આ હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026