દેશના લોકોને સ્વચ્છ હવાનો અધિકાર, પ્રદૂષણ નીતિ સામે સુપ્રીમ લાલઘૂમ
September 12, 2025
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને લઈને મહત્ત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, પ્રદૂષણ નિયંત્રણ નીતિ ફક્ત દિલ્હી માટે ન હોઈ શકે. જો રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR)ના શહેરોને સ્વચ્છ હવાનો અધિકાર છે, તો અન્ય શહેરોના લોકોને આ અધિકાર કેમ નથી? હવાનો અધિકાર ફક્ત દિલ્હી-એનસીઆર સુધી મર્યાદિત ન હોય શકે, પરંતુ દેશભરના નાગરિકોને મળવો જોઈએ.
CJI ગવઈએ કહ્યું કે, 'પ્રદૂષણ નિયંત્રણને લઈને નીતિ આખા ભારત માટે હોવી જોઈએ. હું ગત વર્ષે શિયાળામાં અમૃતસર ગયો હતો. ત્યાં પ્રદૂષણ દિલ્હી કરતાં પણ વધુ ખરાબ છે. જો ફટાકડા પર પ્રતિબંધ લાગે છે તો આખા દેશમાં લાગવો જોઈએ.' પોતાનો અનુભવ શેર કરતા તેમણે આખા દેશમાં પ્રદૂષણ રોકવાની નીતિ લાગુ કરવા પર ભાર મૂક્યો. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એ અરજીની સુનાવણી દરમિયાન કરી, જેમાં 3 એપ્રિલ, 2025ના આદેશને પડકારવામાં આવ્યો હતો. અરજીમાં દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ, સ્ટોરેજ, પરિવહન અને નિર્માણ કાર્ય પર સંપૂર્ણપણે પ્રતિબંધના આદેશને બદલવાની માંગ કરી હતી.
કોર્ટમાં સુનાવણી દરમિયાન સીનિયર ઍડ્વોકેટ અપરાજિતા સિંહે દલીલ કરી હતી કે, 'ઉચ્ચ વર્ગ પોતાનું ધ્યાન રાખે છે. પ્રદૂષણ થતા તે દિલ્હીમાંથી બહાર જતા રહે છે.' અંતે, સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ સામેની અરજી પર એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને નોટિસ પાઠવી છે અને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધના કેસની સુનાવણી કરી હતી. ત્યારે આ પ્રતિબંધને મહત્ત્વપૂર્ણ ગણાવતાં કહ્યું હતું કે, 'પ્રતિબંધને થોડા મહિના સુધી મર્યાદિત રાખવાથી કોઈ હેતુ પૂરો નહીં થાય.'
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026