Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

સુરત: પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હત્યાનો પ્રયાસ, પડોશણ મહિલાએ જ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો

April 17, 2026

સુરતમાં પ્રસાદીના લાડુમાં ઊંઘની ગોળી ભેળવવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. ગત 10 એપ્રિલ, 2026ના રોજ પ્રસાદી ખાધા બાદ ડોંડા પરિવારને તેની ગંભીર અસર થઈ હતી. સમગ્ર મામલે શંકાના આધારે પોલીસે પાડોશી મહિલાની પૂછપરછ કરી હતી. જેમાં આખા પરિવારને પતાવી દેવાના ઈરાદે પાડોશી મહિલાએ કાવતરું રચ્યું હતું હોવાની કબૂલાત કરી છે, ત્યારે ઉત્રાણ પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, સુરતના ઉત્રાણની શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા ગોરધન ડોંડાના પરિવારને પાડોશી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી નામના મહિલાએ મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડ્યું હતું. ગત 10 એપ્રિલ, 2026ના રોજ ઉષાબેને પ્રસાદીના લાડુમાં ઊંઘની ગોળી ભેળવીને ડોંડા પરિવારના ઉંબરામાં મૂકી દીધા હતા.