વિજય સેતુપતિની ફિલ્મના સેટ પર સુરેશ સ્ટંટમેનનું નિધન

December 06, 2022

મુંબઇ : વિજય સેતુપતિની આવનારી ફિલ્મ વિદૂથલાઇના શૂટિંગ દરમિયાન ૫૪ વર્ષીય સ્ટંટ માસ્ટર એસ સુરેશનું અવસાન થઇ ગયું. વંડાલુરમાં વિદુથલાઇના શૂટિંગ દરમિયાન તે ૨૦ ફૂટની ઊંચાઇથી નીચે પછડાયો હતો. આ અકસ્માત ફિલ્મના સેટ પર થયો હતો. સ્ટંટ દિગ્દર્શક સાથે તે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટના અનુસાર, સ્ટંટ માસ્ટર એસ સુરેશે એક સ્ટંટ કરવાનો હતો.જેમાં તેણે ૨૦ ફૂટની ઊંચાઇએથી  ભુસકો મારવાનો હતો.ક્રેન સાથે દોરડાથી બાંધેલો પણ હતો, પરંતુ દુર્ભાગ્યવશ દોરડું તૂટી જવાના કારણે તે નીચે પડી ગયો હતો. તેને તરત જ એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યંાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.  આ દુર્ઘટના પછી પોલીસ તપાસ શરૂ થઇ ગઇ છે. સુરેશ ૨૫ વરસથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો હતો. તે શરૂઆતથી જ સ્ટંટ મેન તરીકે કામ કરતો હતો, અને આ જ કામ કરતી વખતે તે નિધન પામ્યો. આ ફિલ્મમાં વિજય સેતુપતિ મુખ્ય રોલમાં કામ કરી રહ્યો છે. હાલ સુરેશના અકસ્માત અને નિધન પછી શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.