Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

ટેરિફ વૉરમાં અમેરિકા સામે પડ્યું ચીન, કોલસો અને ક્રૂડ ઑઈલ પર 15% ટેક્સ ઝીંક્યો

February 04, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વૉર પર ચીને પ્રતિક્રિયા આપતાં વિવિધ ચીજો પર 10થી 15 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરી છે. ચીનના આ પગલાંતી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. અમેરિકાએ ચીનના સામાન પર 10 ટકા ટેરિફ લાદતાં ચીને જવાબી કાર્યવાહીમાં અમેરિકાના કોલસા અને એલએનજી પ્રોડક્ટ્સ પર 15 ટકા ટેરિફ લાદ્યો છે. તેમજ ક્રૂડ અને અન્ય ચીજો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે. ચીનની સરકારે જણાવ્યું કે, કોલસા, અને લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્રોડક્ટ્સ પર 15 ટકા, જ્યારે ક્રૂડ ઓઈલ, કૃષિ મશીનરી, લાર્જ-ડિસ્પ્લેસમેન્ટ કાર પર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે. વધુમાં ગુગલના એકાધિકાર વિરૂદ્ધ તપાસ  શરૂ કરી છે. ગુગલે ચીનની કંપનીઓ સાથેના કરારમાં ભંગાણ પડતાં ચીનની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી. ચીનના રેગ્યુલેટર્સે જણાવ્યું હતું કે, 'અમેરિકાનો એકપક્ષીય ટેરિફ વધારો વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે. તે ફક્ત પોતાની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ નથી, પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેના સામાન્ય આર્થિક અને વેપાર સહયોગને પણ નુકસાન પહોંચાડે છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. તે મંગળવારથી અમલમાં આવવાનો હતો. જોકે ટ્રમ્પે આગામી થોડા દિવસોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાની યોજના બનાવી હતી.' ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા બાદ તેને 30 દિવસનો સમય આપ્યો હતો. પરંતુ ચીનને કોઈ રાહત આપી ન હતી. જો કે, ટ્રમ્પે ચીન સાથે ટેરિફ મુદ્દે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, તે આગામી 24 કલાકમાં ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગ સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે, ચીન પર લાદવામાં આવેલા ટેરિફ મંગળવારે 12.01 વાગ્યાથી લાગુ થયા છે.