Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો 295 રને શાનદાર વિજય, બુમરાહ મેન ઓફ ધી મેચ

November 25, 2024

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો પર્થમાં રમાયો હતો. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ તેની બીજી ઈનિંગમાં બેટિંગમાં ઊતરી હતી. ટીમ ઈન્ડિયાના પહાડ જેવા લક્ષ્ય 534 રન સામે કાંગારૂ બેટર લાચાર દેખાયા હતા અને ટીમ ઇન્ડિયાએ પહેલી ટેસ્ટ જીતીને જ પોતાની તાકાત બતાવી દીધી હતી. આ સાથે ફરી એકવાર WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર-1 બની ગયું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયા ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો.  ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 150 રન બનાવ્યાં હતા જેની સામે ઓસ્ટ્રેલિયન ટીમ 104 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.  ત્યારબાદ બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કોહલીની સદીના સહારે ટીમ ઈન્ડિયાએ 487 રનનો વિશાળ સ્કોર બનાવીને અગાઉની 46 રનની લીડ ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે કાંગારૂઓની ટીમ 238 રન બનાવ્યા. બંને ઈનિંગ્સમાં મળીને કુલ 8 વિકેટો ઝડપનારા જસપ્રીત બુમરાહને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો.  ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં 295 રને વિજય મેળવ્યો. આ વિજય ઘણી બધી રીતે ઐતિહાસિક અને ખાસ છે. કારણ કે આ ટેસ્ટમાં ભારત ટીમના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલની ગેરહાજરીમાં રમ્યું હતું. ઉપરાંત પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અગાઉ ક્યારેય મેચ હાર્યું નહોતું. આ મેચ જીતતાંની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર વન બની ગયું છે.