બર્લિનની એક શાળામાં ટીયર ગેસનો હુમલો, 22 બાળકો હોસ્પિટલમાં દાખલ

December 03, 2024

જર્મનીની રાજધાની બર્લિનની એક પ્રાથમિક શાળામાં અજાણ્યા હુમલાખોરે ટીયર ગેસ છોડ્યા બાદ ઓછામાં ઓછા 22 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ હુમલામાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને કુલ 43ને શ્વાસની તકલીફ થઈ હતી. પોલીસ વેબેન્સી સ્કૂલ વિસ્તારમાં શંકાસ્પદને શોધી રહી છે.

પોલીસને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલમાં ઝેરી ગેસ છાંટ્યો હતો. હજુ એ સ્પષ્ટ નથી થયું કે હુમલાખોર યુવક હતો કે બાળક. ફાયર વિભાગના અધિકારીઓને શંકા છે કે વર્ગખંડના દરવાજામાંથી ટીયર ગેસ છાંટવામાં આવ્યો હતો.