ગુજરાત આવી રહેલા જહાજ પર હુમલા બાદ ઈરાનનો કબજો, હોર્મુઝમાં ટેન્શન વધ્યું
April 22, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની સરહદ નજીક બે કોમર્શિયલ જહાજ પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ આ હુમલામાં કોઈ પણ ક્રૂ મેમ્બરને ઈજા થયાના સમાચાર નથી. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. જો કે, આ પૈકી એક જહાજ ભારતનું છે, જે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવતું હતું.
રોયટર્સના હવાલાથી મળતી માહિતી અનુસાર, હોર્મુઝની ખાડીમાં ઈરાનના IRGC દ્વારા બે જહાજો પર ફાયરિંગ કરાયું હતું. જેમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજ સહિત એક પનામા અને એક લાઈબેરિયાનું જહાજ હતું. ઈરાનના સરકારી ટીવીના અનુસાર, બે જહાજોને કબજે કરીને ઈરાન લઈ જવાઈ રહ્યા છે. ભારતીય જહાજ એપામિનોંડાસ દુબઈથી ગુજરાતના મુંદ્રા આવી રહ્યું હતું. સૂત્રોના અહેવાલ અનુસાર, ઈરાને કબજે કરેલા જહાજમાં ભારતીય જહાજ પણ સામેલ છે.
એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર સુરક્ષા સંબંધી ચિંતાઓને ફરી વધારી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જ અસ્થિરતા પ્રવર્તી રહી છે.
રોયટર્સના જણાવ્યા અનુસાર, ઓમાનના ઉત્તર-પૂર્વમાં ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)થી હુમલો થયા બાદ, લાઇબેરિયાના ધ્વજ ધરાવતા એક કન્ટેનર જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. UKMTO એ જણાવ્યું કે જહાજના કેપ્ટને માહિતી આપી છે કે IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી રહી હતી. UKMTO મુજબ, ત્યારબાદ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026