અમેરિકામાં હેલોવીન વીક વચ્ચે આતંકી હુમલો નાકામ, FBIના ડિરેક્ટર કાશ પટેલનો દાવો

November 03, 2025

અમેરિકાની સંઘીય તપાસ એજન્સી એફબીઆઇના નિર્દેશક કાશ પટેલએ દાવો કર્યો છે કે મિશિગનમાં સંભવિત આતંકી હુમલાને નાકામ કરી દીધો છે.તેમણે કહ્યું કે હેલોવીન સપ્તાહના અવસર પર કેટલાક શંકાસ્પદ આતંકી હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા. જો કે કાશ પટેલે વધારે માહિતી આપી નથી પરંતુ વિવિધ રિપોર્ટ્સનું માનીએ તો મામલો ચમરપંથીઓના સમૂહ સાથે જોડાયેલો છે. જે હેલોવીનના અવસર પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં કાશ પટેલે જણાવ્યું હતું કે સવારે, FBI એ સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો અને મિશિગનમાં ઘણા વ્યક્તિઓની ધરપકડ કરી જેઓ હેલોવીન સપ્તાહના અંતે હિંસક હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. વધુ માહિતી આગામી સમયમાં આવશે.

FBI અને કાયદા અમલીકરણ એજન્સીઓના તમામ પુરુષો અને સ્ત્રીઓનો આભાર, જેઓ 24 કલાક ફરજ પર છે અને આપણા રાષ્ટ્રનું રક્ષણ કરવાના અમારા મિશનને પૂર્ણ કરે છે. જો કે કાશ પટેલે મિશિગનમાં FBI એ ક્યાં ઓપરેશન હાથ ધર્યું તે સ્પષ્ટ કર્યું નથી. મિશિગન પોલીસે અહેવાલ આપ્યો છે કે FBI એ ડિયરબોર્ન વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું છે.