બાગેશ્વર બાબા પાસેથી રાજકોટના ફરિયાદીને 13 હજાર પાછા મળ્યા, ફરિયાદ પાછી ખેંચી લીધી

June 03, 2023

હિપ્નોટાઈઝ કરીને 13 હજાર પડાવ્યાનો ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગાવવામાં આવ્યો હતો

રાજકોટઃ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં દિવ્ય દરબાર કરી રહ્યાં હતાં. તેમની સામે રાજકોટના હેમલ વિઠ્ઠલાણી નામના યુવકે પોલીસ કમિશ્નરને અરજી કરી હતી. આ અરજીમાં જામનગરનાં શ્રદ્ધાળુને મંદિર નિર્માણ માટે ફાળો આપવાનું કહી હિપ્નોટાઈઝ કરી 13 હજાર પડાવ્યાનો ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે બાદમાં પોલીસ કમિશ્નર સમક્ષ અરજી કરી જણાવ્યું કે હું ડરી ગયો હતો એટલે મેં આપ્યા હતા. સમગ્ર મામલે વિવાદ વધતા આયોજકોએ ફરિયાદીને 13 હજાર રૂપિયા પરત કર્યા હતા. ત્યાર બાદ ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી. 


આયોજકો તરફથી આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા. અને બાબાને બદનામ કરવાનું એક કાવતરું માત્ર છે તમે કહેવામા આવ્યું હતું.અરજદારે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ કે, મારા પર વશીકરણ કરવામાં આવ્યું હોય તેવું મને લાગ્યું હતું અને પૈસા આપ્યા બાદ મને એવું કહેવામા આવ્યું હતું કે દરબાર પત્યા પછી તમને તમારા પૈસા પરત આપી દેવામાં આવશે, જ્યારે હું પૈસા પરત લેવા ગયો હતો તો એમ કહેવામા આવ્યું કે એ તમારી ભૂલ છે કે તમારે પૈસા નહોતા આપવા. દિવ્યદરબારમાં એક યુવકે બાબાને કહ્યું કે મારે મંદિર બનાવવું છે પરંતુ મારી પાસે પૈસાની સગવડ નથી. આ વાત સાંભળી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ત્યા હાજર કેટલાક લોકોને કહ્યું કે તમારા ખીસ્સા ખાલી કરો. 


આ મામલે સમિતિના સભ્ય ભક્તિપ્રસાદ સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે અરજદારે બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને બદનામ કરવા કેસ કરેલો છે. એક લાખ લોકો હતા કેમ માત્ર તે એક જ હિપ્નોટાઈઝ થયા તે પણ સવાલ છે. આ માત્ર બદનામ કરવાનું કાવતરું છે. આગામી સમયમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમની સામે લીગલ એક્શન લેવું કે કેમ તે અંગે સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે.