Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

ભારતમાં યોજાનારા ‘World Cup-2025’ની તારીખ-સ્થળ જાહેર, પાકિસ્તાન ટીમ અંગે પણ લેવાયો નિર્ણય

June 03, 2025

ભારતે 12 વર્ષ બાદ મહિલા વર્લ્ડ કપ-2025ની મેજબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ભારતની મેજબાની હેઠળ રમાનારા મહિલા વર્લ્ડ કપ-2025 માટેના સ્થળો અને તારીખો જાહેર કરી દીધી છે. ICCની સત્તાવાર જાહેરાત મુજબ આ વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી બે નવેમ્બર સુધી બેંગલુરુ, ગુવાહાટી, ઈન્દોર, વિશાખાપટ્ટનમ અને કોલંબોમાં યોજાશે. ભારતની મેજબાની હેઠળ વર્ષ 2016માં મહિલા ટી20 વર્લ્ડ કપ યોજાયો હતો. વર્લ્ડ કપ-2025માં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેલ છે. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો સૌથી વધુ ઓસ્ટ્રેલિયા સાત વખત ચેમ્પિયન બની છે. વર્ષ 2022માં ન્યુઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન બની હતી.  ભારતની મેચો બેંગલુરુ, ગુવાહાટી, ઈન્દોર અને વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમાં રમાશે. જ્યારે પાકિસ્તાને ભારતમાં મેચ રમવાની ના પાડી વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે પાકિસ્તાન ટીમ પોતાની વર્લ્ડ કપ મેચો કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે. ભારત તેની પ્રથમ મેચ બેંગલુરુમાં 30 સપ્ટેમ્બરે રમશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન આધાર પર રમાશે, જેમાં કુલ 28 લીગ સ્ટેજ મુકાબલા રમાશે. ત્યારબાદ બે સેમિફાઈનલ અને એક ફાઈનલ રમાશે. જો પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલ અથવા ફાઈનલમાં પહોંચી જશે તો પછી કોલંબોમાં મેચ રમાશે. આ જ કારણે 29 ઓક્ટોબરે યોજાનારી પ્રથમ સેમિફાઈનલ ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે, બીજી સેમિફાઈનલ 30 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાડાશે. જ્યારે ફાઈનલ મેચ રવિવારે બે નવેમ્બરે બેંગલુરુ અથવા કોલંબોમાં રમાશે.