ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા વિદેશમાં પડ્યા, ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાતે પહોંચ્યું

March 19, 2024

અમદાવાદ  : ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે ગુજરાત યુનિવર્સિટી પહોચ્યું છે. આ સાથે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાક પણ આવી શકે છે. વિદ્યાર્થીઓના સુત્રોથી દિવ્ય ભાસ્કરને માહિતી મળી છે કે બનાવના બીજા જ દિવસે એટલે કે રવિવારે બધા દેશના વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓએ વીડિયો કોન્ફરન્સથી યુનાઈટેડ નેશન્સમાં આખા બનાવની જાણ કરી હતી. સુત્રોના કહેવા પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓ યુનાઈટેડ નેશનને આ બનાવમાં પગલા લેવા રજૂઆત કરી છે. વિદેશના ડિપ્લોમેટ્સના ડેલિગેશનન્સ, રાજ્યના CM અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીજી અને અમદાવાદના કમિશનરને મળીને રજૂઆત કરી શકે છે.