બિહારમાં ચૂંટણી પંચ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જાહેર કરશે
August 31, 2025
નવા મતદાર ઓળખપત્ર માટે અંતિમ નિર્ણય લેવાનો બાકી, અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે પ્રકાશિત થશે
દિલ્હી : બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજોવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં SIR એટલે કે મતદાતા યાદીમાં વિશેષ સુધારણાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે હવે પંચે તમામ મતદારોને નવા મતદાર ઓળખપત્રો જારી કરવાની યોજના પર કામ કરી રહ્યું હોવાની માહિતી સામે આવી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મતદાર ઓળખ કાર્ડ માટેની પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને કેવી રીતે પૂર્ણ થશે તે અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. જ્યારે મતદારોને ગણતરી ફોર્મ અપાયા હતા, ત્યારે તેમને તાજેતરના ફોટો સાથે ફોર્મ જમા કરાવવા કહેવાયું હતું. નવી તસવીરનો ઉપયોગ રિકોર્ડને અપડેટ કરવા માટે અને નવા મતદાર ઓળખ પત્ર જારી કરવા માટે કરવામાં આવશે. પહેલી ઓગસ્ટના રોજ પ્રકાશિત બિહારની ડ્રાફ્ટ મતદાતા યાદી અનુસાર, રાજ્યમાં કુલ 7.24 કરોડ મતદારો છે. અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થશે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નવેમ્બર મહિનામાં યોજાવાની સંભાવના છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026