વિપક્ષના 'ચાણક્ય'ની બે માગણીઓ પર ચૂંટણીપંચનો નિર્ણય, એક ફગાવી તો એક સ્વીકારી લીધી

October 16, 2024

મહારાષ્ટ્રમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઈલેક્શન કમિશને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન કર્યું કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. આ સાથે પંચે એનસીપીની બે માગો પર પણ પોતાના નિર્ણય વિશે જણાવ્યું.
એક માગ માની અને એક ફગાવી ચૂંટણી પંચે જણાવ્યું કે 'અમે શરદ પવારની તે વિનંતીનો સ્વીકાર કર્યો કે જેમાં તેમણે ઈવીએમના બેલેટ યુનિટ પર પોતાના ચૂંટણી ચિહ્ન 'તુતારી' ને મુખ્યરીતે દર્શાવવાની માગ કરી હતી. જોકે, પંચે 'તુતારી' ના ચિહ્નને ફ્રીજ કરવાની માગને ફગાવી દીધી છે.'  મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 'એનસીપી-એસપીએ ચૂંટણી પંચને જણાવ્યું છે કે અમારા ચૂંટણી ચિહ્ન-  'તુતારી' ને ઈવીએમની બેલેટ યુનિટ પર મુખ્યરીતે દર્શાવાયું નથી. અમે તેમને એ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું કે તે પોતાના ચૂંટણી ચિહ્નને બેલેટ યુનિટ પર કઈ રીતે દર્શાવવા ઈચ્છે છે. એનસીપી-એસપીએ અમને ચૂંટણી ચિહ્ન વિશે ત્રણ વિકલ્પ આપ્યા હતા અને અમે તેમના દ્વારા આપવામાં આવેલા પહેલા સૂચનનો સ્વીકાર કરી લીધો.'  જોકે, સીઈસીએ એ સ્પષ્ટ કર્યું કે પંચ ચૂંટણી ચિહ્નોની ફાળવણીની વર્તમાન સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતું નથી. સાથે જ તેણે તુતારીના ચિહ્નને ઈવીએમની યાદીથી હટાવવાની માગને ફગાવી દીધી. શરદ પવારની અધ્યક્ષતાવાળી પાર્ટીએ તર્ક આપ્યો હતો કે 'તુતારી' નું ચૂંટણી ચિહ્ન 'તુતારી વગાડતા માનવી' જેવો છે. જેનાથી લોકસભા ચૂંટણી દરમિયાન મતદાતા ભ્રમિત થઈ ગયા હતા. એનસીપી (શરદ પવાર) એ તર્ક આપ્યો હતો કે સતારા મતવિસ્તારમાં જે અપક્ષ ઉમેદવારને તુતારીનું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યુ હતુ, તેને ભાજપ ઉમેદવાર ઉદયનરાજે ભોંસલેની જીતના અંતરથી વધુ વોટ મળ્યા હતા. ઉદયનરાજે ભોંસલેએ એનસીપી-એસપી ઉમેદવાર શશિકાંત શિંદેને 32,771 વોટના અંતરથી હરાવ્યા હતા. તુતારીના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર સંજય ગાડેને 37,062 વોટ મળ્યા હતા.