ગુજરાત સરકારે નર્મદા પૂરના અસરગ્રસ્ત લારીધારકો અને વેપારીઓ માટે સહાય જાહેર કરી
September 29, 2023

આ યોજનાનો લાભ ભરૂચ જીલ્લાના 40 ગામો તથા 2 શહેરો, વડોદરા જીલ્લાના 31 ગામો તેમજ નર્મદા જીલ્લાના 32 ગામોને મળશે
અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે.(Announces Aid For Narmada Flood) મુખ્યમંત્રીએ જાહેર કરેલ (Affected Traders And Lorries )આ યોજનાનો લાભ ભરૂચ જીલ્લાના 40 ગામો તથા 2 શહેરો, વડોદરા જીલ્લાના 31 ગામો તેમજ નર્મદા જીલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે.
રાજ્ય સરકારે જાહેર કરેલ આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. એટલું જ નહી માસિક 5 લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ 31/10/2023 સુધીમાં સંબંધિત મામલતદાર / નગરપાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સંબંધિત પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષપણા નીચે સમિતિની રચના કરવામાં આવશે.જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. વધુમાં, અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025