ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્માત : 1,991 લોકોએ જીવ ગુમાવ્યા

June 06, 2023

ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં 15,751 અકસ્માતમાં 7,618 વ્યક્તિનાં મોત થયાં હતા, આ અકસ્માતો પૈકી સૌથી વધુ ઓવર સ્પીડિંગના કારણે થયેલા 3,319 અકસ્માતમાં 1,991 લોકોનાં મોત થયાં છે જ્યારે રોંગ સાઈડ ડ્રાઈવના 106 અકસ્માત કેસમાં 62 લોકોએ જીવ ગુમાવ્યો છે. દારૂ કે ડ્રગ્સના સેવન સાથે ડ્રાઈવિંગના અકસ્માતના 8 બનાવોમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના લેટેસ્ટ ડેટા પ્રમાણે ઓવર સ્પીડિંગના કારણે 3,319 અકસ્માતમાં 1,991 લોકોનાં મોત થયા છે, તે પૈકી નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવતાં નેશનલ હાઈવે પર 2,663 અકસ્માતની ઘટના બની છે, જેમાં 1,673 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. એ જ રીતે સ્ટેટ પીડબ્લ્યુડી અંતર્ગતના નેશનલ હાઈવે પર 603 અકસ્માત થયા છે, જેમાં 286 મોત થયા છે, અન્ય વિભાગો અંતર્ગત આવતાં નેશનલ હાઈવે પર 53 અકસ્માતમાં 32 વ્યક્તિનાં મોત થયા છે.