Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનો ઐતિહાસિક રેકોર્ડ, ક્રિકેટ જગતમાં પહેલા ક્યારેય આવું નથી થયું

March 10, 2025

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ આખી ટુર્નામેન્ટમાં ભારત માટે વરુણ ચક્રવર્તી, વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા અને મોહમ્મદ શમીએ સારું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા ખિતાબ જીતવામાં સફળ રહી. રોહિતે ફાઈનલમાં 76 રનની શાનદાર ઈનિંગ રમી. આ જ કારણોસર તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. ભારતીય ટીમે ટાઈટલ જીતતા જ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી અને એક પણ મેચ ન હારી. ભારતીય ક્રિકેટ ટીમ પહેલી એવી ટીમ બની જેણે ICC વનડે ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારી, જ્યારે બધી મેચોમાં ટોસ હારી છે. ભારત પહેલાં કોઈ પણ ટીમ આવો ચમત્કાર નથી કરી શકી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ પાંચ મેચ અને તમામ મેચમાં જીત હાંસલ કરી, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ બધી મેચોમાં ટોસ હારી ગયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે બાંગ્લાદેશ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ધમાકેદાર અંદાજમાં હરાવ્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને બે વાર હરાવ્યું. પહેલી વાર ગ્રુપ સ્ટેજમાં અને બીજી વાર ફાઈનલમાં.